અમદાવાદના આંગણે દ્વારકેશલાલજી મહારાજના સ્વમુખે યોજાયું શ્રી કૃષ્ણ લીલામૃત કથા રસપાન
વૈષ્ણવ સંપ્રદાય એ શિષ્ટાચાર વાળો સંપ્રદાય છે. ત્યારે વૈષ્ણવો પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ઉત્સવો થકી શાસ્ત્રના ભીતરમાં રહેલો જે સાર છે તેને સમજવા માટે તારીખ 4-1-2024 થી 8-1-2024 એમ સળંગ પાંચ દિવસ ઉત્સવો ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં લોકોને આમંત્રણ અપાવામાં આવ્યું છે.
દાનલીલા, બાલલીલા, નંદ મહોત્સવ, ગૌચારણ લીલા, ગોવર્ધનલીલા, રાસલીલા આ પાંચ વિવિધ પુષ્ટિમાર્ગીય વિષયો ઉપર તારીખ 4-1-2024 થી 8-1-2024 એમ સળંગ પાંચ દિવસ માટે બપોરે 3 થી 7 કલાક દરમિયાન પંડિત દિનદયાલ હોલ, રાજપથ-રંગોલી રોડ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે સર્વે વલ્લભીય વૈષ્ણવો આ વચનામૃતનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: LJ યુનિવર્સિટીમાં રિઝ્યુમ રાઇટીંગ વર્કશોપ યોજાયો, જુઓ ફોટોસ
આ ઉત્સવનું મહત્વ શરણમકુમાર, વૈષ્ણવાચાર્યએ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શાસ્ત્રના ભીતરમાં રહેલો જે સાર છે. આ સારને સમજવા માટેનો આ એક પ્રયત્ન છે. વૈષ્ણવો આ સારને સમજી શકે તે માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું.
Published on: Jan 06, 2024 11:07 PM