કચ્છ  : ભુજમાં અનમ રિંગ રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં લાગી આગ, જુઓ વીડિયો

કચ્છ : ભુજમાં અનમ રિંગ રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં લાગી આગ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 17, 2024 | 2:13 PM

ભુજમાં અનમ રિંગ રોડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મોડી રાત્રે બની હતી. જેની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં કેટલીક દુકાનના માલસામાનને નુકસાન થયુ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બને છે. ત્યારે આવી જ એક ઘટના કચ્છના ભુજમાં બની છે. ભુજમાં અનમ રિંગ રોડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મોડી રાત્રે બની હતી. જેની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં કેટલીક દુકાનના માલસામાનને નુકસાન થયુ છે.

બીજી તરફ સુરતના કીમ ચારરસ્તા નજીક શેરડીના બગાસના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી.આગ લગતા દોડધામ મચી હતી.સ્થાનિકોના પ્રયાસથી આગ ઉપર કાબુ ન આવતા ફાયર બ્રિગેડને મદદે બોલાવવાની ફરજ પડી હતી. આગમાં નુકસાન થયું છે પરંતુ સદનસીબે કોઈ જાનહાની નોંધવા પામી નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો