શિવાંશના પિતા સચિન દીક્ષિતને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ લઇ જવાયા

કોટાથી ગાંધીનગર એલસીબી ખાતે લાવવામાં આવેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતની પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. તેમજ પોલીસે વધુ તપાસ માટે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચની ઓફિસે શિફટ કર્યો છે.

ગાંધીનગરના પેથાપુરમાં તરછોડવામાં આવેલા શિવાંશની માતાને લઇને અનેક ખુલાસા સામે આવી રહ્યાં છે. તેમજ શિવાંશની માતા કયા છે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે . તેવા સમયે કોટાથી ગાંધીનગર એલસીબી ખાતે લાવવામાં આવેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતની પોલીસ સતત પૂછપરછ કરી રહી છે.

તેમજ પોલીસે વધુ તપાસ માટે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચની ઓફિસે શિફટ કર્યો છે. આ સમગ્ર કેસમાં સચિન દીક્ષિતની પૂછપરછ ચાલી રહી છે. જેમાં ગાંધીનગર એસપી મયૂર ચાવડા સચિનની પૂછપરછ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે હાલ તેના ડીએનએ મેચિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી નથી. સમગ્ર પૂછપરછ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

ગાંધીનગર શિવાંશ કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેવા સમયે શિવાંશની માતા અંગે TV9 પાસે એક્સક્લુઝીવ માહિતી છે. તેમજ શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું સામે આવ્યું છે. શિવાંશની માતા વડોદરાની હોવાની શક્યતા છે.

તેવા સમયે શિવાંગના સબંધીઓએ શિવાંગની કસ્ટડી માંગી છે. તેમજ શિવાંગની માતા અંગે પણ તપાસ કરવાની માંગ કરી છે. જેમાં ટીવીનાઇન સાથેની વાતચીતમાં શિવાંગના માસીએ કહ્યું હતું કે શિવાંગ હોવાનું તેના ટી શર્ટ પરથી માલૂમ પડ્યું હતું. તેમજ તેની બાદ તેમની બહેન મહેંદીને ફોન લગાવ્યો હતો. પરંતુ તેનો કોઇ જવાબ આવ્યો નથી. તેના મેસેજનો પણ કોઇ રિપ્લાય આવ્યો નથી.

જેના પગલે શિવાંગના સબંધીઓએ શિવાંગની કસ્ટડી અને તેની માતા મહેંદીને પણ શોધવાની માંગ કરી છે.

આ પણ વાંચો : શિવાંશની માતા મહેંદીના સંબંધીએ માંગી કસ્ટડી,કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશને વેક્સિન લેવાના બાકી લોકો માટે જાહેર કર્યા આ પ્રોત્સાહક ઇનામો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati