Bhavnagar: શેત્રુંજી ડેમની જળ સપાટી 30.11 ફૂટે પહોંચી, ડેમમાં હાલ 807 ક્યુસેક પાણીની આવક

ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં જળ સપાટીમાં વધારો થઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ શેત્રુંજી ડેમની જળ સપાટી 30.11 ફૂટે પહોંચી ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 2:32 PM

Bhavnagar: રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર  (Bhavnagar) સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં પણ બફારા અને ઉકળાટ બાદ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. જિલ્લાના શેત્રુંજી ડેમમાં જળ સપાટીમાં વધારો થઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ શેત્રુંજી ડેમની જળ સપાટી 30.11 ફૂટે પહોંચી ગઈ છે. ડેમમાં હાલ 807 ક્યુસેક પાણીની આવક થઈ રહિ છે. ડેમની સપાટી છેલ્લા 20 દિવસથી 30 ફૂટે સ્થિર છે. પાણીની આવક થતા સપાટીમાં 11 ઇંચનો વધારો થયો છે.

વરસાદમાં વીજ કરંટ લાગવાને કારણે માતા અને પુત્રનાં થયાં મોત

ધીરે ધીરે કાલા ડિંબાગ વાદળો ઊમટી આવ્યા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગરના કાળિયાબીડ, વાઘાવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ  દરમિયાન વરસાદી વાતાવરણમાં અર્થિંગ આવવાને કારમે શહેરના ભરતનગર વિસ્તારમાં  માતા અને  પુત્રને  કરંટ લાગતા બંનેનું મોત થયું હતું. નોંધનીય છે કે   ભાવનગર શહેર અને જિલ્લામાં  સતત ત્રીજા દિવસે મોડી સાંજથી વરસાદી (Rain) માહોલ જામ્યો હતો અને વલ્લભીપુર તથા ઉમરાળામાં ગગનભેદી વીજ કડાકા અને પવન સાથે નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો જ્યારે સિહોરમાં પોણો ઇંચ તેમજ ભાવનગર શહેર અને ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે  વરસાદ વરસ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">