માઉન્ટ આબુમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટૉર્ચર, ઠંડા પવન સાથે પારો માઈનસ 3 ડિગ્રી થયો, જુઓ વીડિયો
રાજસ્થાનના સિરોહી પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. માઉન્ટ આબૂમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે, તો બીજી તરફ માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટક કડકડતી ઠંડીની મજા લઈ રહ્યા છે.
રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. માઉન્ટ આબૂમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટૉર્ચર જોવા મળી રહ્યુ છે. માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં ઠંડીનો પારો માઈનસ 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ઠંડા પવન સાથે તાપમાનનો પારો ગગડતા પ્રવાસીઓ ઠુંઠવાઇ ગયા છે.
રાજસ્થાનના સિરોહી પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. માઉન્ટ આબૂમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે, તો બીજી તરફ માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટક કડકડતી ઠંડીની મજા લઈ રહ્યા છે. ઠંડીની મજા લેવા માટે અનેક પર્યટક માઉન્ટ આબુ પહોંચ્યા છે. લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઇ રહ્યા છે.
આ પણ વાંચો-ફ્લાવર શોમાં દિવસ કરતા રાત્રીનો અદભૂત નજારો, લાઇટિંગ જોવા ઉમટી રહ્યા છે મુલાકાતી, જુઓ તસવીરો
માઉન્ટ આબૂમાં છેલ્લા એક સપ્તાહના તાપમાન પર નજર કરીએ તો શનિવારે 30 ડિસેમ્બરે 2 ડિગ્રી તાપમાન હતુ, રવિવારે 31 ડિસેમ્બરે 0 ડિગ્રી, સોમવારે 1 જાન્યુઆરી 0 ડિગ્રી, મંગળવારે 2 જાન્યુઆરી માઈનસ 1 ડિગ્રી, બુધવારે 3 જાન્યુઆરી માઈનસ 2 ડિગ્રી, ગુરુવારે 4 જાન્યુઆરીએ 0 ડિગ્રી, શુક્રવારે એટલે કે 5 જાન્યુઆરીએ માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.