શામળાજી મંદિરે ભવ્ય આતશબાજી કરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરાઈ, જુઓ
અરવલ્લી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ ભવ્ય આતશબાજી મંદિર પરિસર વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં ભજન મંડળીઓ દ્વારા પણ વહેલી સવારથી જ રામ ભજન ગાવામાં આવી રહ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ દેવગદાધર શામળાજી મંદિરે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શામળાજી મંદિર પરિસરમાં ભજન અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત રામ, લક્ષ્મણ, જાનકી સહિત રામાયણના પાત્રો સાથે ભવ્ય માહોલ સર્જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મેઘરજમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, મોંઘાદાટ 31 મોબાઈલની ચોરી
સ્થાનિક કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અલગ અલગ વેશભૂષા અને સ્થાનિક લોકનૃત્ય સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન 12.39 ના મુર્હૂતે આતશબાજી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં જ આતશબાજી સાથે લોકોએ રામ નામની ગૂંજ લગાવી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપ ગાંધી, રણવીરસિંહ ડાભી, સિદ્ધાર્થ પટેલ અને અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લાલજી મહારાજે પણ સંતવાણી વડે યાત્રાળુઓને ભક્તિ રસપાન કર્યુ હતુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 22, 2024 04:57 PM