Ahmedabad : AMCએ લીધેલા ફાફડા કે અન્ય તળેલી ચીજોના સેમ્પલમાં ચોંકાવનારા પરિણામ આવ્યા, જુઓ Video

Ahmedabad : AMCએ લીધેલા ફાફડા કે અન્ય તળેલી ચીજોના સેમ્પલમાં ચોંકાવનારા પરિણામ આવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2023 | 1:29 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા દિવસ પહેલા લીધેલા સંખ્યાબંધ ચીઝ, સિંગતેલ, કપાસિયા તેલ, પાણી-પુરીનું પાણી સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. એટલે કે જરા પણ ખાવા લાયક નથી. આ ચીજો ખાવાથી તમારૂં અને તમારા પરિવારજનોનું સ્વાસ્થ્ય બગડવાની 100 ટકા ગેરંટી છે. નવરાત્રીમાં ગરબે રમ્યા બાદ લોકો પાંઉ-ભાજી, વડાપાંવ, દાબેલી, સેન્ડવીચ, ફાફડા, જલેબી, મીઠાઈ કે નમકીન મોટાપાયે આરોગે છે. જો કે વેપારીઓ વધુ નફો રળવા માટે મોટાપાયે ભેળસેળ કરીને લોકોના જીવ જોખમમાં મુકે છે.

Ahmedabad : અમદાવાદીઓ નવરાત્રી (Navratri 2023) અને દશેરાના તહેવારોમાં જંક ફૂડ (Junk food) આરોગતા પહેલા બે ઘડી વિચારજો. શક્ય હોય તો જલેબી, ફાફડા, પાણી-પુરી કે ચિઝથી ભરપૂર આઈટમો ખાવાનું ટાળજો. કારણ કે અમદાવાદના નાગરિકો મોં માગ્યા રૂપિયા ચુકવીને પેટમાં રીતસરનું ઝેર પધરાવી રહ્યાં છો.

આ પણ વાંચો-Ahmedabad : જાણીતા ઉદ્યોગપતિ પરાગ દેસાઇનું બ્રેઇન હેમરેજ થયા બાદ થયુ મોત, જુઓ Video

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા દિવસ પહેલા લીધેલા સંખ્યાબંધ ચીઝ, સિંગતેલ, કપાસિયા તેલ, પાણી-પુરીનું પાણી સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. એટલે કે જરા પણ ખાવા લાયક નથી. આ ચીજો ખાવાથી તમારૂં અને તમારા પરિવારજનોનું સ્વાસ્થ્ય બગડવાની 100 ટકા ગેરંટી છે. નવરાત્રીમાં ગરબે રમ્યા બાદ લોકો પાંઉ-ભાજી, વડાપાંવ, દાબેલી, સેન્ડવીચ, ફાફડા, જલેબી, મીઠાઈ કે નમકીન મોટાપાયે આરોગે છે. જો કે વેપારીઓ વધુ નફો રળવા માટે મોટાપાયે ભેળસેળ કરીને લોકોના જીવ જોખમમાં મુકે છે.

ફાફડા કે અન્ય તળેલી ચીજોનું તેલ મોટાભાગે બિન આરોગ્યપ્રદ હોય છે, તો વેપારીઓ જલેબીમાં ઘીની શુદ્ધતા જાળવતા નથી. પાંઉ-ભાજી કે વડાપાંવમાં બટરના બદલે વપરાતું માર્ગારીન જોખમી છે. પાણી-પુરીના પાણીમાં શરીર માટે જોખમી સોડા સહિતની વસ્તુઓ વાપરે છે. મીઠાઈ, બરફીમાં મોટાપાયે અખાદ્ય માવાનો ઉપયોગ થાય છે. નમકીન, ચવાણામાં બેસનના બદલે મેદાનો વધુ વપરાશ જોવા મળે છે. જ્યારે ચીઝની વસ્તુઓમાં ગુણવત્તાનું અત્યંત ખરાબ સ્તર માંદગીના ખાટલે લઈ જવા પૂરતું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો