Anand: સતત ત્રીજા દિવસે બોરસદના ગામો પાણીમાં ડુબેલા છે, 15 મકાન હજુ પણ પાણીમાં ગરકાવ

આણંદના (Anand) બોરસદમાં કેટલાક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાયેલા છે. પાણી ઓસર્યા બાદ છેક હવે જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ સક્રિય થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:12 PM

આણંદ (Anand) જિલ્લાના બોરસદ તાલુકામાં ખાબકેલા 12 ઇંચ જેટલા ભારે વરસાદ (Rain) બાદ જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. બોરસદ (Borsad) તાલુકાનુ સીસ્વા ગામ હાલ બેટમાં ફેરવાયુ છે. કેટલાક વિસ્તારમાં તો પાણી ઓસરી ગયા છે. જો કે સતત ત્રીજા દિવસે આજે પણ કેટલાક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ છે. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. સાથે જ રોગચાળો ન ફાટી નીકળે તે માટે દવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

15 મકાનો હજુ પાણીમાં ગરકાવ

આણંદના બોરસદ તાલુકાના સીસ્વામાં ભારે વરસાદ બાદ 15 મકાનો હજુ પાણીમાં ગરકાવ છે. સીસ્વામાં રોગચાળો ન વકરે તે માટે વહીવટી તંત્રની ટીમે ગામમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો આરોગ્ય તંત્રની ટીમે લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી છે. સીસ્વા ગામમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે કરવા જિલ્લા પંચાયત અને અન્ય ટીમ પહોંચી છે. તો બીજી તરફ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું.

સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાયેલા

બોરસદના સીસ્વા ગામે ધીમે ધીમે પાણી હવે ઓસરવા લાગ્યા છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાયેલા છે. પાણી ઓસર્યા બાદ છેક હવે જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ સક્રિય થયા છે. જે વિસ્તારોમાં પાણી ઓસર્યા છે તે વિસ્તારોમાં નુક્સાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સીસ્વા ગામે આવેલા પૂરના કારણે અત્યાર સુધીમાં 3 લોકો અને 94 પશુઓના મોત થઈ ચૂક્યા છે.

પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત

નીચાણવાળા વિસ્તારમાં રહેતા 380 લોકો હજુ પણ જુદા-જુદા સ્થળે રખાયા છે. કેટલાક લોકોને પટેલ વાડીમાં રાખવામાં આવ્યા છે. તેમની સ્થિતિ જાણવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ પટેલ વાડી પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખે કહ્યું કે જે નુક્સાન થયું છે તે સરકાર આપશે. જ્યારે તાલુકાના ઉપપ્રમુખે કહ્યું કે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે કાંસ સાફ કરાવી દેવામાં આવશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">