Patan: પાટણમાં ગરીબો પરિવારોના માટે લાભાર્થી કિટ ધૂળ ખાવા લાગી, તંત્રના વાંકે ખરાબ થવા લાગી, જુઓ Video
પાટણમાં એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સમાજ કલ્યાણ દ્વારા ગરીબ લાભાર્થીઓને જે કીટ આપવાની હતી તે એક ઓરડામાં મહિનાઓથી ધૂળ ખાઈ રહી છે. સમાજ કલ્યાણ અધિકારીનું કહેવું છે કે વિતરણનું કામ જેને સોંપાયું હતુ જે એજન્સીનો વાંક છે. સવાલ એ છે કે જવાબદારીની ખો રમતી સરકાર અને એજન્સી વચ્ચે લાભાર્થીઓનું નુકસાન થયુ છે તો પગલા ક્યારે લેવાશે ?
પાટણમાં એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. સમાજ કલ્યાણ દ્વારા ગરીબ લાભાર્થીઓને જે કીટ આપવાની હતી તે એક ઓરડામાં મહિનાઓથી ધૂળ ખાઈ રહી છે. સમાજ કલ્યાણ અધિકારીનું કહેવું છે કે વિતરણનું કામ જેને સોંપાયું હતુ જે એજન્સીનો વાંક છે. સવાલ એ છે કે જવાબદારીની ખો રમતી સરકાર અને એજન્સી વચ્ચે લાભાર્થીઓનું નુકસાન થયુ છે તો પગલા ક્યારે લેવાશે ?
આ પણ વાંચોઃ ST બસ અને વંદે ભારત બાદ હવે રોડ-રસ્તાના કલર બદલાશે! કેસરી રંગનો મોર્ડન માર્ગ, જુઓ Video
આપને થતુ હશે કે આખરે આ બધુ શું છે.અને આખરે આ તમામ વસ્તુઓ જે ઉપયોગમાં લઈ શકાય તેને આમ એક બંધ રૂમમાં સડવા માટે કેમ રાખવામાં આવી છે ? આ તમામ વિગતો જાણવી અને સમજવી ખુબ જરૂરી છે કારણ કે આ કોઈ સામાન્ય બાબત નથી. આ ગરીબ પરિવારોનો હક છે કે જે ધૂળ ખાઈ રહ્યો છે. આ તમામ સાધન સંપત્તિનો ગરીબોએ ઉપયોગ કરીને રોજી મેળવવાની હતી પરંતુ આખી વિગતો જાણશો તો તમે પોતે પણ ચોંકી જશો.
તંત્રને વાંકે મોંઘી કિટ ધૂળ ખાય છે
હકીકતમા આ તમામ વસ્તુઓ છે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય કે જે પાટણમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા લાભાર્થીઓને આપવાની હતી. આ કિટ રીતસરની ધૂળ ખાઈ રહી છે. વાત એમ છે કે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2021-22ના લાભાર્થીઓને બે વર્ષે ઉધઈ ખાધેલી કિટનું વિતરણ કરાઈ હતી.
પાટણ શહેર, તાલુકા અને ચાણસ્મા ત્રણેયના લાભાર્થીઓને 35 જેટલા લાભાર્થીઓને આ કિટ વિતરણ કરાઈ હતી. જેમાં કિટના પેકિંગ પર ઉધઈ જામી ગઈ હતી. પેકિંગ સડી ગયું હતું તેમજ અત્યંત ગંદકી અને ખરાબ હાલતમાં પેકિંગ મળી આવ્યા હતા. આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, છ મહિનાથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ સાધનો લાભાર્થીઓને વિતરણ કર્યા વિના છાત્રાલયના એક જ રૂમમાં પડ્યા રાખ્યા હતા, ત્યાં વરસાદના પાણી રૂમમાં પડતા કિટ બગડી ગઈ હતી.
હાથ થવા લાગ્યા ઉંચા
હવે જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો તો અધિકારીઓ હવે હાથ ઉંચા કરી રહ્યા છે. આ મામલે સમાજ કલ્યાણ અધિકારીનું કહેવું છે કે, આમા સરકારનો કોઈ વાંક નથી. પરંતુ જે એજન્સીને સરકારે કામ સોંપ્યુ છે તેઓ દ્વારા આ બેદરકારી દાખવામાં આવી છે.
અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે
- આખરે લાભાર્થીઓને અન્યાય મામલે જવાબદાર કોણ ?
- શું એજન્સી સામે કોઈ પગલા લેવાશે ?
- શું કાર્યવાહી થશે કે માત્ર પેપર પર રહેશે ?
- ધૂળ ખાઈ રહેલા સામાનની ભરપાઈ કોણ કરશે ?
- લાભથી વંચિત રાખવા પર કોણ ગુનેગાર ?
આ સવાલો થવા ખુબ સ્વભાવિક છે કારણ કે સરકારે તો કહી દીધુ કે એજન્સીની ભૂલ છે. એજન્સી કંઈ જ કહેવા માટે તૈયાર નથી આ સ્થિતીમાં નુકસાન અને વેઠવાનું માત્ર ગરીબ લાભાર્થીઓને આવ્યું છે. એક બાબત એ પણ છે કે બની શકે કે આ વાત પહેલી વાર સામે આવી પરંતુ આવું અનેક જગ્યાએ રેગ્યુલર પણ થતું જ હોય.શું સરકાર અન્ય જિલ્લાઓમાં પણ ચેકિંગ કરાવશે કે પછી માત્ર સબસલામતની વાતો કરશે.
