AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ ભાજપ દ્વારા તૈયાર કરાયો સેલ્ફી વિથ અયોધ્યા રથ, શહેરના તમામ વોર્ડમાં ફરી રામ નામની જ્યોત કરાશે પ્રજવલિત- વીડિયો

રાજકોટ ભાજપ દ્વારા તૈયાર કરાયો સેલ્ફી વિથ અયોધ્યા રથ, શહેરના તમામ વોર્ડમાં ફરી રામ નામની જ્યોત કરાશે પ્રજવલિત- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2024 | 9:30 PM
Share

સદીઓની પ્રતિક્ષાનો અંત આવવા જઈ રહ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્દઘાટન થશે અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે. રાજકોટમાં સેલ્ફી વિથ અયોધ્યા રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ શહેરના તમામ વોર્ડમાં ફરશે.

અયોધ્યાવાસીઓ અને દેશવાસીઓની 500 વર્ષની પ્રતિક્ષાનો 22 જાન્યુઆરીએ અંત આવવાનો છે અને હિંદુઓના આસ્થાના કેન્દ્ર એવા રામ મંદિરનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યુ છે. ભગવાન રામની મૂર્તિનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રામ મંદિરનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે. 22 જાન્યુઆરીએ દરેક વ્યક્તિ તેના ઘર બહાર રંગોળી કરે અને દીવડાઓ પ્રગટાવે તેવી અપીલ ખુદ પીએમ મોદી પણ કરી ચુક્યા છે. ત્યારે રાજકોટમાં રામ નામની જ્યોત પ્રજ્વલિત કરાય તે હેતુથી સેલ્ફી વિથ અયોધ્યા રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ શહેરના તમામ વોર્ડમાં ફરશે. આ પ્રસંગે ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રામ મંદિરના મુદ્દાને હિંદુઓની આસ્થા સાથે જોડ્યો.

અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો
————————

  • 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
  • આ ભવ્ય સમારોહમાં દેશભરમાંથી 7000 થી વધુ વિશેષ મહેમાનો હાજરી આપશે
  • રામલલાની મૂર્તિ કર્ણાટક અને રાજસ્થાનના પથ્થરોમાંથી બનાવવામાં આવી છે
  • અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં અંદાજિત 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો
  • દરવાજા અને બારીઓનું લાકડું મહારાષ્ટ્રના બલાલ શાહથી લાવવામાં આવ્યુ
  • દરવાજા અને બારીઓ પર કોતરકામ હૈદરાબાદના કારીગરોએ કર્યુ
  • દેશભરની પવિત્ર નદીઓ અને કુવાઓમાંથી લાવવામાં આવેલા પાણીથી રામલલાને અભિષેક કરાશે
  • ભવ્ય રામ મંદિર વર્ષ 2025માં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે
  • 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો
  • રામલલાની પ્રાણ પ્રતિષ્ઠઆ મહોત્સવ માટે થાઈલેન્ડના રાજાએ પણ માટી મોકલી છે
  • મંદિર પરિસરમાં 44 ફૂટ લંબાઈ અને 500 કિલોનો ધ્વજ દંડ પણ લગાવવામાં આવશે

આ પણ વાંચો : રામ મંદિરને લઈને ભાજપનો સાત સૂત્રિય એજન્ડા, દેશભરમાં હાથ ધરશે જનજાગરણ અભિયાન, બૂકલેટ મારફતે લોકોને કરાશે જાગૃત

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published on: Jan 02, 2024 08:45 PM
g clip-path="url(#clip0_868_265)">