વલસાડ વીડિયો: સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી, સમગ્ર મ્યુઝિયમ ખાલી કરાયુ

વલસાડ વીડિયો: સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી, સમગ્ર મ્યુઝિયમ ખાલી કરાયુ

| Edited By: | Updated on: Jan 05, 2024 | 2:24 PM

વલસાડના ધરમપુર ખાતે સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાનો ધમકીભર્યો એક ઇમેઇલ મળ્યો છે. ધમકી મળતા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે પછી વલસાડમાં આવેલું સાયન્સ સિટી મ્યુઝિયમ ખાલી કરાવવામાં આવ્યુ હતુ.

ગુજરાતમાં એક પછી એક ધમકીનો સીલસીલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે વલસાડમાં પણ સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે. જે પછી દોડધામ મચી ગઇ છે.બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

વલસાડના ધરમપુર ખાતે સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસને ઉડાવી દેવાનો ધમકીભર્યો એક ઇમેઇલ મળ્યો છે. ધમકી મળતા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે પછી વલસાડમાં આવેલું સાયન્સ સિટી મ્યુઝિયમ ખાલી કરાવવામાં આવ્યુ હતુ, સાથે જ મ્યુઝિયમની આજુબાજુનો વિસ્તાર ખાલી કરીને કોર્ડન કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-માઉન્ટ આબુમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટૉર્ચર, ઠંડા પવન સાથે પારો માઈનસ 3 ડિગ્રી થયો, જુઓ વીડિયો

ધમકી ભર્યો ઇમેઇલ મળતા જ સમગ્ર જિલ્લા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે.બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમને સાથે રાખીને બોમ્બ અંગે તપાસ કરવામાં આવી રહી છે.જનતાને આ સ્થળથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

(વીથ ઇનપુટ-અક્ષય કદમ,વલસાડ)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો