વડોદરા વીડિયો: ખાસવાડી સ્મશાન રોડ પર ટેમ્પો ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી, 5 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર ટેમ્પો ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી હતી. રિક્ષામાં 11 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 5 વિદ્યાર્થીને ઈજા થઈ છે. ટેમ્પો ચાલક ખાદ્ય તેલ ભરીને જઈ રહ્યો હતો.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર બની છે. વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર ટેમ્પો ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી હતી. રિક્ષામાં 11 વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાંથી 5 વિદ્યાર્થીને ઈજા થઈ છે. ટેમ્પો ચાલક ખાદ્ય તેલ ભરીને જઈ રહ્યો હતો. મળતી માહિતી અનુસાર ટેમ્પો ચાલક નશો કરેલી હાલતમાં હોવાનો વાલીઓનો આરોપ છે. ત્યારે સવાલએ પણ થાય છે કે એક રિક્ષામાં 11 વિદ્યાર્થીઓ બેસાડવા કેટલા યોગ્ય છે.
બીજી તરફ રાજકોટ – ગોંડલ રોડ પર એક સાથે 7 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. તેમજ ગોંડલ રોડ પર કિસાન પંપ નજીક અકસ્માત થયો છે.એકની પાછળ એક કાર અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો છે.
