ગુજરાતમાં જોવા મળ્યો નાયગ્રાનો નજારો, ખળખળ વહેતી નદીના 200 ફુટ ઉંચાઈથી પડવાના આ દ્રશ્ય તમારી નજર સ્થિર કરી દેશે, જુઓ વિડીયો

પર્વતીય પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ધોધ આવ્યા છે. ચોમાસામાં ડાંગ ના આવા અનેક સ્થળોએ ખુશનુમા હવામાનને માણવા લોકો દૂરદૂરથી આવે છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 04, 2022 | 8:52 AM

રાજયનના ગિરિમથક સાપુતારા સહીત વનવિસ્તાર ડાંગ(Dang)નું સૌંદર્ય ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસામાં અહીં અનેક ધોધ સક્રિય થાય છે. પથ્થરોમાંથી ખળખળ વહેતી નદી અને ઝરણાં ડાંગને ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખ અપાવી છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અંજન કુંડનો ધોધ સક્રિય થયો છે. પહાડ ઉપરથી પડતા પાણીના દ્રશ્યો જાણે કોઈ કલ્પના હોય તેવો આભાસ કરાવે છે. અહીંની સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે. ચોમાસાની ઋતુમાં ડાંગમાં પ્રકૃતિની સુંદરતાને નિહાળવા મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવતા હોય છે. ડાંગમાં જૂનના મધ્યાહન સાથે સારો વરસાદ વરસી રહ્યો છે. પહાડોને સ્પર્શ કરી પસાર થતા વાદળો નયનરમ્ય દ્રશ્ય સર્જે છે.

ડાંગમાં વધુ એક ગીરા ધોધ અહીંના લોકો માટે ખૂબ જ આકર્ષક માનવામાં આવે છે. ગીર ધોધ ડાંગ જિલ્લાના સુબીર ગામમાં શિંગડાથી 11 કિલોમીટર અને સાતપુરાના જંગલોથી 89 કિલોમીટર દૂર પાંડવોની ગુફા માટે પણ જાણીતું છે. રાજ્યમાં વઘઈ આંબાપાડા પાસે ડાંગમાં ગીરાનું ઝરણું વહે છે. આ સ્થાન આ દિવસોમાં પાણીથી ભરેલું છે અને હરિયાળીને કારણે હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

પર્વતીય પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ધોધ આવ્યા છે. ચોમાસામાં ડાંગ ના આવા અનેક સ્થળોએ ખુશનુમા હવામાનને માણવા લોકો દૂરદૂરથી આવે છે. હાલ 2022 માં ચોમાસુ સક્રિય થતાંજ ડાંગ જિલ્લામાં આવેલ અંજન કુંડ પાસેના ધોધ નો આકાશી નજારો બતાવતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે,જેને લઈને લોકો અંજન કુંડ નો ધોધ જોવા આતુર બની રહ્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati