ગુજરાતમાં છૂટો છવાયો પડી શકે છે વરસાદ, રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ હજી પણ સક્રિય

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 10:26 PM

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે. જયારે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ હજી પણ સક્રિય છે. રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. મહત્વનું છે કે, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગરમી વધવાની શકયતા છે. જયાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

અસહ્ય બફારા બાદ રાજકોટમાં વરસાદી ઝાપટુ

Rajkot: શહેરમાં ભારે ઉકળાટ બાદ આજે વરસાદ પડ્યો. આજે શહેરના ગોંડલ રોડ,ત્રિકોણ બાગ,ઢેબર રોડ,રેસકોર્ષ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાંપટાને કારણે થોડા સમય માટે તો ચોમાસા (Monsoon) જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાં (Gujarat) પ્રિ મોન્સુન એક્ટિવિટી એક્ટિવ હોવાની આગાહી કરી હતી અને આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી હતી, જેના ભાગરૂપે આજે રાજકોટમાં ભારે ઉકળાટ બાદ સાંજના પાંચ વાગ્યે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">