Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી RT-PCR લેબ ચલાવવા નાણાકીય સહાય માંગી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફાળવેલા 15 લાખના બજેટનો ખર્ચ થઈ ગયો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.રૂપિયા 17.84 લાખનો કુલ ખર્ચ થતા વધારાનો રૂપિયા 2.84 લાખનો ખર્ચ ચૂકવવા પણ માગ કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 9:40 PM

Rajkot માં  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી RT-PCR લેબ ચલાવવા નાણાકીય સહાય ચૂકવવા માગ કરી છે.યુનિવર્સિટીએ ફાળવેલા 15 લાખના બજેટનો ખર્ચ થઈ ગયો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.રૂપિયા 17.84 લાખનો કુલ ખર્ચ થતા વધારાનો રૂપિયા 2.84 લાખનો ખર્ચ ચૂકવવા પણ માગ કરાઇ છે.આ ઉપરાંત 4 લેબ ટેક્નિશયન અને 1 ડેટા એન્ટ્રી ઓપરેટરના પગાર માટે પણ બજેટ ફાળવવા માગ કરી છે.આ પત્રમાં એક મહિનાનો અંદાજીત કુલ ખર્ચ ₹6.2 લાખ થતો હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું.મહત્વનું છે કે, બીજી લહેરમાં પૂર્વ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લેબને તાત્કાલિક શરૂ કરવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો :  Maharashtra: અનિલ દેશમુખ પ્રકરણમાં CBI એ 12 જગ્યાએ પાડ્યા દરોડા, બે પોલીસ અધિકારીનાં ઘરે પણ દરોડા

આ પણ વાંચો : Viral Video : અમેરીકાના વ્યક્તિએ તા રા રા રા ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, જોઇને તમને પણ મજા પડી જશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">