વારંવાર વિવાદોના ઘેરામાં સપડાયેલી રહેતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) વિવાદો શાંત થવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે ડો.ગીરિશ ભીમાણીને સ્થાને અન્યને ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવી શકે છે. ભીમાણીના કાર્યકાળમાં વિવાદોની હારમાળા સર્જાતા હવે તાત્કાલિક ઇન્ચાર્જ કુલપતિ પદ પરથી દૂર કરી અન્યને ઇન્ચાર્જ કુલપતિ તરીકે જવાબદારી સોંપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે અને તે માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો-Maharashtra: EDએ NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા
6 મેના રોજ જામનગરની નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં તારીખ 4મેના રોજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં શિક્ષણ વિભાગે તાત્કાલિક કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા હતા. જો કે આ ઘટના બાદ શિક્ષણ વિભાગે ઇન્ચાર્જ કુલપતિને હટાવી નવા ઇન્ચાર્જ કુલપતિને જવાબદારી સોંપવા કવાયત તેજ કરી છે અને તાત્કાલિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી મંગાવવામાં આવી છે અને આ યાદી આજે સાંજ સુધી મોકલવા આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો