માવઠાએ ફરી માઝા મૂકી: રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિતા

5 જાન્યુઆરીથી રાજ્યમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે. જેની અસર રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં જોવા મળી.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jan 06, 2022 | 7:49 AM

Unseasonal Rain in Gujarat: આ દિવસોમાં ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી છે. આગાહીના દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (western disturbance) અસર જોવા મળી રહી છે. જી હા આગાહી વચ્ચે રાજ્યમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ જોવા મળ્યો. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદે દેખાડો દીધો. તો બીજી તરફ વહેલી સવારથી જ અમદાવાદમાં (Ahmedabad) પણ માવઠાનો માહોલ સર્જાયો.

જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી હતી. તો માવઠાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે.

5 જાન્યુઆરીથી રાજ્યમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. તો 6 જાન્યુઆરીએ અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળ્યો.

 

આ પણ વાંચો: Surat માં અરેરાટી ભરી ઘટના: કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 5 મજૂરોનું મોત, 20 સારવાર હેઠળ

આ પણ વાંચો: BKU-ક્રાંતિકારીએ લીધી PM મોદીનો રસ્તો રોકવાની જવાબદારી, કહ્યું ખેડૂતો નોહતા ઈચ્છતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati