વડોદરા વીડિયો: બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલનું રાજીનામુ, જાણો શું કારણ આપ્યુ

વડોદરા વીડિયો: બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલનું રાજીનામુ, જાણો શું કારણ આપ્યુ

| Edited By: | Updated on: Oct 31, 2023 | 4:11 PM

સતીષ પટેલના રાજીનામા પાછળ જે કારણ જવાબદાર હોય, પરંતુ હવે સવાલ એ સર્જાયો છે કે બરોડા ડેરીના પ્રમુખ કોણ. આ સવાલના જવાબમાં સતીષ નિશાળીયાએ પૂર્વ ધારાસભ્ય અને ડેરીના પૂર્વ પ્રમુખ દિનુ મામાની પેરવી કરી અને દિનુ મામાને પ્રમુખ બનાવવાની વાત કરી. ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ સતીષ નિશાળીયા જિલ્લા પ્રમુખ પદે યથાવત રહેશે.

વડોદરા: બરોડા ડેરીના પ્રમુખ પદેથી થોડા જ મહિનામાં સતીષ નિશાળીયાએ રાજીનામુ ધરી દીધું છે. રાજીનામા પાછળ સતીષ પટેલે એક વ્યક્તિ, એક હોદ્દાના સૂત્રની વાત કરી છે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમને કોઇ એક હોદ્દો છોડવા કરેલી ટકોર બાદ રાજીનામાના નિર્ણય લીધાનો દાવો કર્યો છે.

સતીષ પટેલના રાજીનામા પાછળ જે કારણ જવાબદાર હોય, પરંતુ હવે સવાલ એ સર્જાયો છે કે બરોડા ડેરીના પ્રમુખ કોણ. આ સવાલના જવાબમાં સતીષ નિશાળીયાએ પૂર્વ ધારાસભ્ય અને ડેરીના પૂર્વ પ્રમુખ દિનુ મામાની પેરવી કરી અને દિનુ મામાને પ્રમુખ બનાવવાની વાત કરી.

આ પણ વાંચો- અમદાવાદ: કચરો લઇને જઇ રહેલા ડમ્પરે એકસાથે 4 જેટલા વાહનોને અડફેટ લીધા, એકનું મોત, જુઓ વીડિયો

ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ સતીષ નિશાળીયા જિલ્લા પ્રમુખ પદે યથાવત રહેશે. જોકે નવા પ્રમુખને લઇને હવે જિલ્લાનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે. જો દિનુ મામાને પ્રમુખ બનાવાય તો અગાઉ તેમનો વિરોધ કરનાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર નારાજ થઇ શકે છે. આવા સંજોગોમાં ફરી એકવાર દૂધીયુ રાજકારણ ગરમાય તો નવાઇ નહીં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો