Vadodara Video : ફૂડ વિભાગે ખાદ્યતેલના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા, રિપોર્ટ 14 દિવસે આવશે

Vadodara Video : ફૂડ વિભાગે ખાદ્યતેલના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા, રિપોર્ટ 14 દિવસે આવશે

| Edited By: | Updated on: Oct 19, 2023 | 8:37 PM

ખાદ્યતેલના વિવિધ બ્રાંડના નમૂનાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. લેબનો રિપોર્ટ 14 દિવસે આવ્યા બાદ ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, ત્યાં સુધીમાં તો વડોદરાવાસીઓ લાખો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી ચુક્યા હશે. જો ફૂડ વિભાગે ભેળસેળ પર અંકુશ લાવવો હોય તો ત્વરિત રિપોર્ટ આવે અને પગલા લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

Vadodara : નવરાત્રી અને દશેરાના તહેવારો પૂર્વે વડોદરાના આરોગ્ય વિભાગે ખાદ્યતેલના વેપારીઓ પર દરોડા પાડ્યા છે. ફૂડ વિભાગે બરાનપુરા, ચોખંડી, હાથીખાનામાં ખાદ્યતેલના વેપારીઓ પાસેથી નમૂના લીધા છે. ખાદ્યતેલના વિવિધ બ્રાંડના નમૂનાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો Vadodara Video: મહાઠગ મયંક તિવારીના ઘરે CBIની પૂછપરછ, ડૉક્ટરને ધમકી આપવાના કેસમાં કાર્યવાહી

લેબનો રિપોર્ટ 14 દિવસે આવ્યા બાદ ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે, ત્યાં સુધીમાં તો વડોદરાવાસીઓ લાખો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી ચુક્યા હશે. જો ફૂડ વિભાગે ભેળસેળ પર અંકુશ લાવવો હોય તો ત્વરિત રિપોર્ટ આવે અને પગલા લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો