Rajkot: રાષ્ટ્રીય સ્પર્ધા પૂર્વે યુનિ.ના હોકી મેદાનના એસ્ટો ટર્ફ થઈ ચીરી, તંત્રએ તાત્કાલિક મેદાનની કરી મરામત

36મી નેશનલ ગેમ્સની હોકીની રમત રાજકોટના સૌરાષ્ટ્ર યુનિ.ના મેદાનમાં રમાવાની છે. પરંતુ તે પૂર્વે જ વિઘ્નસંતોષી લોકોએ ગતરાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી મેદાનની એસ્ટો ટર્ફ ચીરી નાખી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 6:50 PM

Rajkot: 36મી નેશનલ ગેમ્સની હોકીની રમત રાજકોટના સૌરાષ્ટ્ર યુનિ.ના મેદાનમાં રમાવાની છે. પરંતુ તે પૂર્વે જ વિઘ્નસંતોષી લોકોએ ગતરાત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી મેદાનની એસ્ટો ટર્ફ ચીરી નાખી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્થાનિક તંત્રએ તાત્કાલિક મેદાનની મરામત કરી હતી. મામલો સામે આવતા જ યુનિવર્સિટીના પ્રશાસકોએ 5થી 6 અજાણ્યા ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ઘટનાને વખોડી હતી.

બેડી માર્કટિંગ યાર્ડના સતાધીશોએ બેઠકમાં લીધો મોટો નિર્ણય

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં હવે ખેડૂતોની મહેનત પર પાણી નહીં ફરે. જી હા, કમોસમી વરસાદથી યાર્ડમાં રહેલી ખેડૂતોની જણસ પલળી જતી હતી. જોકે યાર્ડ સત્તાધીશોએ રૂપિયા 8 કરોડના ખર્ચે નવો શેડ બનાવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં જૂના યાર્ડના શેડમાં પણ સુધારો કરવામાં આવશે. જેથી ચોમાસા કે કમોસમી વરસાદમાં ખેડૂતોનો પાક નહીં પલળે. સાથે જ બંને માર્કેટિંગ યાર્ડ નજીક પેટ્રોલ પંપ પણ બનાવાશે. જેથી ખેડૂતોને હાલાકીનો સામનો નહીં કરવો પડે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">