SABARKANTHA : ઈડર ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં એક કાર્યકરે બિભત્સ વીડિયો શેર કરતા વિવાદ

કોંગ્રેસમાં પણ આજે આવી જ ઘટના બની છે. અમદાવાદ કોંગ્રેસ(Congress) ના ઓબીસી ગ્રૂપમાં પ્રભારી કક્ષાના નેતાએ પણ અભદ્ર પોસ્ટ મૂકી હતી.

SABARKANTHA : ઈડર ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં એક કાર્યકરે બિભત્સ વીડિયો શેર કરતા વિવાદ
Sabarkantha : Idar BJP worker shares obscene videos in group
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 2:55 PM

SABARKANTHA : સાબરકાંઠાના ઈડર ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં એક કાર્યકરે બિભત્સ વીડિયો શેર કરતા વિવાદ છેડાયો છે. 233 સભ્યો ધરાવતા ભાજપના આ સોશિયલ મીડિયા ગ્રૂપમાં ધારાસભ્ય હિતુ કનોડિયા અને મહિલા હોદ્દેદારો પણ સામેલ છે. ભાજપના એક કાર્યકરે બિભત્સ વીડિયો શેર કરતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં પણ આજે આવી જ ઘટના બની છે. અમદાવાદ કોંગ્રેસ(Congress) ના ઓબીસી ગ્રૂપમાં પ્રભારી કક્ષાના નેતાએ પણ અભદ્ર પોસ્ટ મૂકી હતી. આ ગ્રૂપમાં મહિલા નેતાઓ પણ હોવાથી પોસ્ટ કરનાર નેતાને વિરોધનો સામનો કરવો પડ્યો છે.વારંવાર કહેવા છતાં નેતાએ પોસ્ટ ડિલિટ ન કરતા તેમને સોશિયલ મીડિયા ગ્રૂપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">