ગાંધીનગરમાં RTI એક્ટિવિસ્ટે 18 સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી તોડ કરી 66 લાખ પડાવ્યા, આરોપીની ધરપકડ, જુઓ વીડિયો
ગાંધીનગરની 18 સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી RTI એક્ટિવિસ્ટ તોડ કર્યો હોવાની ઘટના સામે આવી છે. RTI એક્ટિવિસ્ટ 66 લાખ રુપિયાનો તોડ કર્યો હતો. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં RTI કરીને, જરુરી વિગતો માંગીને તોડ કરતા હતા.
જૂનાગઢના તોડકાંડ પછી ગાંધીનગરમાં પણ વધુ એક તોડકાંડ સામે આવ્યો છે. ગાંધીનગરની 18 સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી RTI એક્ટિવિસ્ટ તોડ કર્યો હોવાની ઘટના સામે આવી છે. RTI એક્ટિવિસ્ટ 66 લાખ રુપિયાનો તોડ કર્યો હતો. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં RTI કરીને, જરુરી વિગતો માંગીને તોડ કરતા હતા. CID ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે સર્ચ કરતાં રુપિયા દોઢ કરોડ મળ્યા હતા.
ફરિયાદી પ્રવીણ ગજેરા પાસેથી 11 લાખ રોકડ પણ લીધા હતા. તેમજ આરોપી સુરતના શાળા સંચાલક પાસે અવારનવાર રુપિયા પડાવતો હતો. ફરિયાદનાના આધારે CID દ્વારા આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે. મહેન્દ્ર પટેલના ઘરમાંથી CID ક્રાઇમને 1.47 કરોડ રોકડા મળ્યા છે. તેમજ મહેન્દ્ર પટેલનો વૈભવી બંગલો અને મોટી SUV કાર પણ હોવાનું સામે આવ્યુ છે.
