Narmada: ગ્રામ પંચાયત કર્મચારીના આપઘાત પર ગરમાયુ રાજકારણ, BTP અને ભાજપ સામસામે

નર્મદા (Narmada) જિલ્લાના ડેડિયાપાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા (suicide) કરી લીધી. આ મામલે મૃતકના પત્નીએ ગીરજાબેન વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં પોતાની લેખિત ફરિયાદ આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 1:06 PM

નર્મદા (Narmada) જિલ્લાના ડેડીયાપાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા (Suicide) કરી છે. આ ઘટનાને લઇને રાજકારણ (Politics) તેજ થઇ ગયુ છે. આ મામલે આદિવાસી વિસ્તારમાં સક્રિય ભારતીય ટ્રાઈબલ અને ભાજપાના આગેવાનો ઉપર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. આપઘાત કરનારના પત્નિએ પોતાનાં પતિએ નર્મદા જીલ્લા પંચાયતના ભાજપના સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ શેઠ ઉપર આત્મહત્યા કરવા મજબુર કર્યોનો આરોપ લગાવ્યો છે, ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયતની સરપંચ અને હિતેશ વસાવાના માતા એ BTPનાં આગેવાન ચૈતર વસાવા સામે આત્મહત્યા માટે પ્રેરિત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આત્મહત્યાને લઈને રાજકારણ ગરમાયું

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી. આ મામલે મૃતકના પત્નીએ ગીરજાબેન વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં પોતાની લેખિત ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યુ છે કે, મારા પતિને દીવાલ શેઠે પંચાયત કચેરીએ બોલાવ્યા હતા. મારા પતિ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે મારા પુછવા પર જણાવ્યુ હતુ કે તે મારી પાસે ખોટા કામો કરાવતા હતા. મારા પતિએ એમ પણ જણાવ્યું હતું કે આ કામ કરવાની જો ના પાડી તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપે છે. મૃતકના પત્નીએ ફરિયાદમાં એમ પણ નોંધાવ્યુ હતુ કે મારા પતિ માનસિક તણાવમાં રહેતા હતાં.

ડેડિયાપાડા પોલીસ મથકમાં બે ફરિયાદ દાખલ

ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીની આત્મહત્યાને લઈને BTP અને ભાજપ આગેવાનો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. એક તરફ મૃતકના પત્નીએ નર્મદા જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય હિતેશ વસાવા અને તેમના પિતા સામે આત્મહત્યા કરવા મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ હિતેશ વસાવાની માતાએ BTP આગેવાન ચૈતર વસાવા વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જયારે મૃતકના પરિવાર પોલીસ સ્ટેશન બહાર ધરણા કરી ભાજપના સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરતા પોલીસે હિતેશ વસાવા અને દીવાલ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">