અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં મકાનની છત ધરાશાયી, છતના કાટમાળ નીચે 6 લોકો દટાયા
શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આવેલા એમ.જે. હાઉસના મકાનની છત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં મકાનની છતના કાટમાળમાં 6 લોકો દટાઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ લોકોમાં અફરતાફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા ઘટનાસ્થળ પર પહોંચી છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આવેલા એમ.જે. હાઉસના મકાનની છત ધરાશાયી થઇ છે. આ ઘટનામાં મકાનની છતના કાટમાળમાં 6 લોકો દટાઇ ગયા હોવાનું સામે આવ્યું છે.ઘટના બાદ લોકોમાં અફરતાફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે. જો કે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ દટાયેલા તમામ 6 લોકોને બહાર કાઢી લીધા હતા. ત્યાર બાદ 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ પણ વાંચો AMTS બસમાં મુસાફરી જરાક સંભાળીને! ચાલકે ‘પીધેલી’ હાલતમાં સિગ્નલ સાથે અકસ્માત સર્જ્યો
Latest Videos
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
