Ambaji માં ભારે વરસાદના પગલે માર્ગોનું ધોવાણ, ગબ્બર પર જવાનો રસ્તો બંધ કરાયો

અંબાજીમા સતત વરસાદના પગલે રસ્તા પોલા થયા છે. તેમજ ગબ્બર ગઢમા સતત વરસાદથી રસ્તામા પથ્થરો પડવાની ઘટના પણ બની છે. જેના પગલે હાલ ગબ્બર પર ચઢવાનો રસ્તો બંધ કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 10:23 PM

ગુજરાતમાં(Gujarat)  હાલ સતત અનેક જિલ્લામાં પડી રહેલા વરસાદે અનેક સ્થળોએ મુશ્કેલી ઉભી કરી છે. જેમાં રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)  પડેલા ભારે વરસાદે ભાવિકો માટે મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેમાં અંબાજીમા સતત વરસાદના પગલે રસ્તા(Road)  પોલા થયા છે. તેમજ ગબ્બર ગઢમા સતત વરસાદથી રસ્તામા પથ્થરો પડવાની ઘટના પણ બની છે. જેના પગલે હાલ ગબ્બર પર ચઢવાનો રસ્તો બંધ કરાયો છે. તેમજ રસ્તામાં પથ્થર ખસતા માર્ગ બંધ કરાયો છે. તેમજ પગથીયા નીચેથી માટી અને પથ્થરોનું ધોવાણ થયું છે. તેમજ વરસાદના લીધે માટી અને પથ્થર ખસતા મોટુ બાકોરું પડ્યું છે.

આ ઉપરાંત ગબ્બર ચઢવાનો માર્ગ જોખમી બનતા ચાલતાં જવાનો માર્ગ બંધ કરાયો છે. હાલ માર્ગને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં ઉતરવાના રસ્તે જ અવર જવર ચાલુ છે. જયારે માતાજીના ઝુલા અને નવદુર્ગા મંદિર વચ્ચે પથ્થર ખસી જતાં જોખમી બન્યો છે. જેમાં યાત્રિકોની સુરક્ષા માટે માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જયારે ગબ્બર મંદિરમાં અખંડ જ્યોતના દર્શન ચાલુ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">