અમદાવાદ ધરાશાયી બ્રિજનું કામ કરતી કંપનીની મુશ્કેલી વધી, રાજકોટ તંત્રએ 4 બ્રિજની કામગીરી પર ફટકારી આ નોટીસ

રાજકોટમાં 4 ઓવરબ્રિજના ધીમી ગતિએ ચાલી રહેલા કામ અંગે RMCએ રણજીત બિલ્ડકોન કંપનીને નોટિસ ફટકારી છે. કામને લઈને કંપની પાસે કારણ માંગ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 8:34 AM

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા બાદ રણજિત બિલ્ડકોન (Ranjit buildcon) કંપની વિવાદમાં આવી છે. રાજકોટમાં (Rajkot) રણજિત બિલ્ડકોન દ્વારા ચાર બ્રિજ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં કાલાવડ રોડ પર, નાનામૌવા ચોક, કેકેવી હોલ તથા રામાપીર ચોકમાં બ્રિજનું કામ ચાલુ છે. જે પેટે ૭૦ કરોડ રૂપિયા એડવાન્સ ચુકવવામાં આવ્યા છે. આમ છતાં કંપની દ્વારા 50 ટકા કામ પણ પૂર્ણ કરાયું નથી.

આ બાદ રાજકોટ મનપાએ કંપનીને શૉ-કોઝ નોટિસ આપીને કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, તે અંગે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ બ્રિજના ધીમા કામને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર નવા બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને નુક્સાન નથી પહોંચ્યું. જોકે જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે- નિર્માણાધીન બ્રિજ પર 10થી 12 મજૂરો કામ કરતા હતા. ત્યારે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી પડતા નીચે ઉતરી ગયા હતા. જણાવી દઈએ કે ઔડા દ્વારા રણજિત બિલ્ડકોનને (Ranjit Buildcon) બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં કામ કરતી વિદેશી કંપનીને સેટેલાઈટ મેપિંગનું કામ આપવાનો AMC નો પ્લાન! ડેટાની સુરક્ષા પર સવાલ

આ પણ વાંચો: આ ચોરને વૃદ્ધ મહિલાનું પર્સ ચોરવુ ભારે પડ્યુ ! લોકોએ રસ્તા વચ્ચે જ કરી નાખી ધોલાઈ, જુઓ VIDEO

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">