રાજકોટ વીડિયો : ચિક્કીના વિક્રેતા અને ઉત્પાદકો પર મનપાના આરોગ્ય વિભાગની તવાઈ, 10 વેપારીઓને ત્યાંથી લીધા નમૂના

રાજકોટ વીડિયો : ચિક્કીના વિક્રેતા અને ઉત્પાદકો પર મનપાના આરોગ્ય વિભાગની તવાઈ, 10 વેપારીઓને ત્યાંથી લીધા નમૂના

| Edited By: | Updated on: Jan 12, 2024 | 5:14 PM

રાજકોટમાં ફરી એક વાર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે વિવિધ ચીકીના વિક્રેતા અને ઉત્પાદકોને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં 10 વેપારીઓને ત્યાંથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

રાજકોટમાં ફરી એક વાર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે વિવિધ ચીકીના વિક્રેતા અને ઉત્પાદકોને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં 10 વેપારીઓને ત્યાંથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ચીકીની સાથે સાથે તલના લાડુ અને કચરિયાના નમૂના પણ લેવામાં આવ્યા હતા.

બીજી તરફ આ અગાઉ જામનગરમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ ઝડપાયો હતો.જામનગરમાં ભેળસેળયુક્ત ઘીનો વિશાળ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.હિરેન ટ્રેડ્રસ નામની દુકાનમાંથી અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આરોગ્ય વિભાગને 120 લીટર ઘી, 32 લીટર વનસ્પતિ ઘી અને 300 લીટર વેજ ફેટ જપ્ત કરવામાં આવ્યો હતો.ઘી બિન આરોગ્યપ્રદ હોવાના રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો