Rajkot: જન્માષ્ટમીના તહેવારો પહેલા ખાદ્ય વિક્રેતાઓ પર તંત્રની તવાઇ, ચાર વેપારીઓને અપાઈ નોટિસ

રાજકોટમાં જન્માષ્ટમીના (Janmashtami festival) તહેવારો પહેલા તેલ ઉત્પાદકો અને મીઠાઇ-ફરસાણના વેપારીઓ પર તંત્રએ તવાઇ બોલાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 12:39 PM

સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં (Hindu reliogion) શ્રાવણ મહિનાનું અનોખું મહત્વ છે. હિન્દુ ધર્મના સૌથી વધુ તહેવારો શ્રાવણ માસમાં (Shravan)  આવે છે અને એટલે જ શ્રાવણ માસમાં ફરસાણનું (Sweet) સૌથી વધુ વેચાણ થાય છે અને તેમાં પણ ફરાળી વાનગીઓ સૌથી વધુ વેચાય છે.જેના પગલે વેપારીઓ ગ્રાહકના સ્વાસ્થ્યનું પણ ધણીવાર ધ્યાન રાખતા નથી.રાજકોટમાં જન્માષ્ટમીના (Janmashtami festival) તહેવારો પહેલા તેલ ઉત્પાદકો અને મીઠાઇ-ફરસાણના વેપારીઓ પર તંત્રએ તવાઇ બોલાવી છે.

રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ચાર ઓઇલ મિલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા.જેમાં રાજમોતી ઓઇલ મિલ, મહેન્દ્ર ઓઇલ મિલ, કિશાન ડબલ ફિલ્ટર સિંગતેલ અને ઉમિયાજી ઓઇલ મિલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા છે.આ ઉપરાંત 27 જેટલી ફરસાણ અને મીઠાઇની દુકાનોમાંથી (Sweet Shops) પણ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.આ ઉપરાંત 4 જેટલા વેપારીઓને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.

વેપારીઓ ગ્રાહકોના જીવને પણ જોખમમાં મુકતા ડરતા નથી !

કોઈપણ વાનગી તેલમાં બેથી ત્રણ વખત તળી શકાય છે. પરંતુ જો સતત એક જ તેલમાં વાનગી તળાય તો તે ઝેર બની જાય છે. સામાન્ય રીતે કોઈપણ વાનગી તળતા પહેલા તેલનું TPC એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ 25થી નીચે હોવું જોઈએ. ઘણી વાર આ પ્રકારની બેદરકારીને કારણે લોકોના જીવ પણ જોખમાતા હોય છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">