લો બોલો, કાયદો સમજાવવા માટે આ શાળાએ જ કાયદો તોડ્યો, વીડિયો જોશો તો નિકળી જશે હાયકારો !
આણંદમાં વિદ્યાર્થીઓને જોખમી સવારી કરાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નગર પ્રાથમિક શાળા નંબર 6 ના 30 જેટલા બાળકોને જોખમી સવારી કરાતા આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.
આણંદ જિલ્લામાં ફરી એકવાર જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. ખુલ્લા ટેમ્પોમાં 30 જેટલા વિદ્યાર્થીઓ જોખમી સવારી કરતા હોવાનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતુ હોવાનું જોવા મળી રહ્યુ છે.
આણંદમાં વિદ્યાર્થીઓને જોખમી સવારી કરાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નગર પ્રાથમિક શાળા નંબર 6 ના 30 જેટલા બાળકોને જોખમી સવારી કરાતા આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. શહેરમાં ભીડભાડવાળા વિસ્તારમાંથી બાળકોને ખુલ્લા ટેમ્પામાં સવારી કરાવવવામાં આવતા સુરક્ષાને લઇને સવાલ ઉઠ્યા છે.
આ પણ વાંચો-અમરેલી APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 5755 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
વિદ્યાર્થીઓને પોલીસ વિભાગની કામગીરી સમજાવવા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. ખુલ્લા ટેમ્પામાં 6 થી 8 ધોરણના 30 બાળકોને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. કાયદાની જાણકારી આપવાના હેતુથી કરવામાં આવેલા કાર્યક્રમમાં જ કાયદાનો ભંગ જોવા મળ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
