Ahmedabad: સ્વાઇન ફલૂએ શહેરને લીધુ ભરડામાં, દર્દીઓનો આંક વધીને 32 થયો, બે બાળકો પણ સ્વાઇન ફ્લૂની ચપેટમાં

અમદાવાદ (Ahmedabad) શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો વધીને 32ને પાર કરી ગયો છે. અઠવાડિયા પહેલા હજુ માંડ 12 કેસ જ હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 11:18 AM

અમદાવાદના શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. ગુજરાતમાં (Gujarat) કોરોના સહિતના અન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ ચિંતા વધારી છે. અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં સ્વાઇન ફ્લૂના (Swine flu) કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને સ્વાઈન ફ્લૂના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો વધીને 32ને પાર કરી ગયો છે. અઠવાડિયા પહેલા હજુ માંડ 12 કેસ જ હતા. પરંતુ કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂએ ધીમે ધીમે સ્પીડ પકડી છે. સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે.

સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો 32 થયો

કોરોના વચ્ચે અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો 32 થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક 10 માસના બાળક અને 10 વર્ષના બાળકનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંને બાળકોને પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરાયા હતા, જોકે હવે તેમને આઈસોલેશન વોર્ડમાં રખાયા છે.. 10 માસનું બાળક હાઈફ્લો ઓક્સિજન ઉપર છે. જ્યારે સોલા સિવિલમાં 70 વર્ષીય દર્દી સ્વાઈન ફ્લૂ મુક્ત થતાં જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે. બીજીતરફ અસારવા સિવિલમાં સ્વાઈન ફ્લૂના એક દર્દીને રજા અપાઈ છે.

અગાઉ એક દર્દીનું થયુ હતુ મોત

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે હતુ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">