Banaskantha: અંબાજી ખાતે વાતાવરણમાં પલટો, અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

અંબાજી ખાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદની શરુઆત થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 10:54 PM

Banaskantha: અંબાજી ખાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદની શરુઆત થઈ હતી. યાત્રાધામ આવેલા શ્રદ્ધાળુઓએ વરસાદની મજા માણી હતી. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી

21 સપ્ટેમ્બરથી સત્તાવાર કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શરુઆત થઇ ગઇ છે. પરંતુ હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડવાની શકયતા દર્શાવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">