ગુજરાતમાં દિવાળી પૂર્વે રીપેર થશે બિસ્માર રસ્તાઓ : જીતુ વાઘાણી

કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રી તેમજ આ વિભાગના મંત્રી પુર્ણશ મોદી સહિત રાજય કક્ષાના મંત્રીઓ સતત તેની ચિંતા કરી રહ્યા છે.

ગુજરાતમાં(Gujarat)  ચોમાસા(Monsoon)  દરમ્યાન શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બિસ્માર થયેલા(Damaged Road) રસ્તાઓના સમારકામની કામગીરી હજુ પણ ચાલુ છે. આ અંગે જણાવતા કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજયના મુખ્યમંત્રી તેમજ આ વિભાગના મંત્રી પુર્ણશ મોદી સહિત રાજય કક્ષાના મંત્રીઓ સતત તેની ચિંતા કરી રહ્યા છે. તેમજ તેના પર હાલ કામગીરી ચાલુ છે જયારે આ તમામ રોડના સમારકામની કામગીરી દિવાળી(Diwali)  પૂર્વે પુર્ણ કરી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના(Gujarat)કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ(Purnesh Modi) 11 ઑક્ટોબરના રોજ જણાવ્યું હતું કે રાજ્યમાં ચોમાસા બાદ બિસ્માર થયેલા રોડને(Road)રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ ગુજરાતમાં અત્યારે 90 ટકા રોડનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ અનેક શહેરોમાં કામ પૂર્ણ થયા છે. તેમજ જયા બાકી છે ત્યાં થોડા દિવસોમાં આ કામ પૂર્ણ થશે.

આ પણ વાંચો : રાજકોટમાં અતિવૃષ્ટીનો રિ-સર્વે કરવા કોંગ્રેસની માંગ, ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં આતંકી હુમલાની દહેશત, પોલીસ કમિશ્નરે તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati