છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પગલે ગાબડીયા ગામ બે ભાગમાં વહેંચાયું, કોઝ વે પાણીમાં ગરકાવ

છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે ગાબડીયા ગામનો નીચાણવાળા વિસ્તારમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ રસ્તો બંધ થતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ગુજરાત(Gujarat) ના હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં મેઘમહેર વરસી રહી છે. જેમાં છોટાઉદેપુરમાં((Chhota udaipur)ધોધમાર વરસાદને(Rain) પગલે નદી-નાળા છલકાયા છે અને નવા નીરની આવક થઇ છે.ત્યારે ભારે વરસાદને પગલે ગાબડીયા ગામનો નીચાણવાળા વિસ્તારમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.

કોતર પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામ બે ભાગમાં વહેંચાયું છે.અને રસ્તો બંધ થતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

છોટાઉદેપુરના ગાબડીયાનો કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્કૂલના વિદ્યાર્થીઓને જીવના જોખમે રસ્તો ખેડવાનો વારો આવ્યો.સ્કૂલ છૂટતા જ વિદ્યાર્થીઓએ ઘરે વહેલા પહોંચવા માટે જીવનું જોખમ ખેડ્યું હતું અને વહેતા પાણી વચ્ચેથી રસ્તો પસાર કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

છોટા ઉદેપુર તાલુકાના રંગપુર મોટી સઢલી ગામ પાસેથી પસાર થતી સાકેત નદીમાં ભારે પૂર આવ્યું છે. સાકેત નદી પર આવેલા લોલેવલ કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કૉઝવે પાણીમાં ગરકાવ થઈ જતા સામે કાઠે આવેલા ચારથી પાંચ ગામના લોકો અવર જવર માટે મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ઓસર્યા બાદ જ સામે કાઠે રહેતા લોકો અવર જવર કરી શકશે.

જ્યારે સોમવારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાંસૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં બોડેલીમાં 2.3 ઇંચ, પાવીજેતપુરમાં 2 ઈંચ વરસાદ સંખેડા અને કવાંટમાં 1.4 ઈંચ, નસવાડીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : Raj Kundraને જામીન મળ્યા બાદ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કરેલી આ પોસ્ટ વાયરલ થઇ રહી છે

Click on your DTH Provider to Add TV9 Gujarati