છુટાછેડા લેવા માટે ભરતસિંહ સોલંકીએ ખોટી જાહેર નોટીસ આપી હોવાનો રેશ્મા પટેલનો આક્ષેપ

ભરતસિંહના ( Bharatsinh ) પત્નિ રેશ્મા પટેલે (Reshma Patel) કહ્યુ છે કે, કોરોનાની લાંબી બીમારીમાં ખુબ સેવા કરી, પરંતુ સાજા થયા બાદ ભરતસિંહ સોલંકીનુ ( Bharatsinh Solanki ) વર્તન બદલાઈ ગયુ છે. છુટાછેડા મેળવવા માટે ધાકધમકી આપીને માનસિક દબાણ સર્જી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

  • Publish Date - 8:27 am, Thu, 15 July 21 Edited By: Bipin Prajapati

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ ( Bharatsinh Solanki ), પત્નિ વિરુધ્ધ આપેલી જાહેર નોટીસ બાદ,  પત્નિ સાથેનો વિવાદ વધુ વકર્યો છે. ભરતસિંહના પત્નિ રેશ્મા પટેલે (Reshma Patel) આક્ષેપ કર્યો છે કે, ભરતસિંહ સોલંકી ( Bharatsinh Solanki ), છુટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યાં છે. તેમજ ઘમકી પણ આપી રહ્યાં છે. માનસિક દબાણ લાવવા માટે ખોટી જાહેર નોટીસ આપી હોવાનો આક્ષેપ પણ રેશ્મા પટેલે કર્યો છે. કોરોનામાં ભરતસિંહની ખુબ સારવાર કરી પરંતુ સાજા થયા બાદ તેમનુ વર્તન બદલાઈ ગયુ હોવાનું રેશ્માએ જણાવ્યુ છે.