Gujarat Monsoon 2022: નસવાડીના કોળીડોળી સ્મશાનમાં ફસાયેલા લોકોનું કરવામાં આવ્યુ રેસ્ક્યૂ

નસવાડી (Nasvadi)ના દવાખાને આવેલા 1 પુરૂષ તેમજ 2 મહિલાઓ અને 1 બાળક ફસાઈ ગયા હતા. ત્યારે તંત્રને આ બાબતની જાણ થતાં પોલીસ, મામલતદાર અને ગ્રામજનોની મદદથી ભારે જહેમત પૂર્વક ચારેયને રેસ્કયૂ કરીને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 6:04 PM

Gujarat Monsoon 2022: છોટા ઉદેપુરના (Chhota udepur) નસવાડીના કાળીડોળીથી રાજબોડેલીના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. જેને પરિણામે નસવાડી (Nasvadi)ના દવાખાને આવેલા 1 પુરૂષ તેમજ 2 મહિલાઓ અને 1 બાળક ફસાઈ ગયા હતા. ત્યારે તંત્રને આ બાબતની જાણ થતાં પોલીસ, મામલતદાર અને ગ્રામજનોની મદદથી ભારે જહેમત પૂર્વક ચારેયને રેસ્કયૂ કરીને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે મધ્ય ગુજરાતમાં ગઈ રાત્રિથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત પણે વરસી રહ્યો છે. છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે.

પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન કરવામાં આવી રદ

ભારે વરસાદથી બોડેલી-પાવી સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન નં. 09169 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર અને 09170 છોટાઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર વોશઆઉટને કારણે રદ કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે બોડેલી પાવી સ્ટેશન વચ્ચેનો ટ્રેક ધોવાતા પ્રતાપનગર- છોટાદેપુર અને છોટાદેપુર પ્રતાપનગર ટ્રેન રદ્દ કરવામાં આવતા રેલવે સ્ટેશન પર અટકી પડેલ મુસાફરો માટે ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે, પાવી સરેશન પર સંખ્યાબંધ મુસાફરો અટવાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

બોડેલી ફેરવાયુ બેટમાં

છોટા ઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સવારથી બપોરના 4 વાગ્યા સુધી સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોડેલીમાં 17 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેતપુર પાવી અને ક્વાંટમાં 10-10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેને લઈ જિલ્લાના અનેક ગામ પાણીમાં તરબોળ થયા છે. બોડેલી, ઢોકલીયા અને અલીખેરવા ગામમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મકાનો, દુકાનો અને રસ્તામાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ઘરવખરી પલળી જતા લોકોને રહેવાના અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ હેરાનગતિ વેઠવાની આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">