આજનું હવામાન : નવરાત્રીમાં મેઘ તાંડવના એંધાણ ! ગુજરાતના આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી એક વાર અનરાધાર વરસાદ વરસી શકે છે. ગરબાના શોખીન માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ, તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી એક વાર અનરાધાર વરસાદ વરસી શકે છે. ગરબાના શોખીન માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ, તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.એટલે કે હવે બાકીના નોરતામાં મેઘો મન મૂકીને વરસે તો નવાઈ નહીં. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો સ્થિતિને જોતા માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. ત્યારે ખેલૈયાઓ માટે અને આયોજકો માટે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં હવા, ડાંગ, વલસાડમાં અતિભારેના એંધાણ વર્તાઈ રહ્યા છે.સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે તેવી આગાહી કરાઈ છે.

