Ahmedabad: પરિમલ ગાર્ડનના બદલાયા રંગરુપ, અત્યાધુનિક સાધનોથી સજ્જ બન્યુ ગાર્ડન, જુઓ Video

અમદાવાદ (Ahmedabad) શહેરમાં 250થી વધુ નાનાં-મોટાં ગાર્ડન આવેલાં છે, પરંતુ પરિમલ ગાર્ડન (Parimal Garden) સૌથી વધુ આકર્ષણ ધરાવતું ગાર્ડન બની રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 3:57 PM

અમદાવાદમાં (Ahmedabad) આવેલુ પરિમલ ગાર્ડન (Parimal Garden) હવે નવા રંગરુપ સાથે લોકોને જોવા મળશે. અમદાવાદ શહેરને સૌથી વધુ ઓક્સિજન આપનાર અને 60 વર્ષ જૂના એવા પરિમલ ગાર્ડનને હવે નવા રંગરૂપ અને અત્યાધુનિક સુવિધાઓ (facilities) સાથે સજ્જ બનાવાયુ છે. પરિમલ ગાર્ડનની એન્ટ્રીથી લઇને તેમાં બેસવાની સુવિધા સુધીની અનેક વસ્તુઓમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે જાહેર જનતા માટે આ સુવિધા સાથે ગાર્ડનને ખુલ્લું મુકવામાં આવ્યુ છે. અંદાજે 12 કરોડના ખર્ચે પરિમલ ગાર્ડનમાં નવો પ્રાણ ફૂંકવામાં આવ્યો છે

ગાર્ડનને મળી નવી ડિઝાઇન

પરિમલ ગાર્ડનમાં ઓપન જીમ હોય કે ઇન્ડોર જીમ તમામને અત્યાધુનિક સાધનો સાથે સજ્જ કરાયુ છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ જીમ રાખવામાં આવ્યા છે. શૌચાલય માટે પણ ગાર્ડનમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાર્ડનનો નેચરલ લૂક જળવાઈ રહે એવી રીતે ડિઝાઇન કરાયું છે. તેમજ ગાર્ડનમાં બેસવાની વ્યવસ્થા અને ફાઉન્ટેન તેમજ ગાર્ડનની ડિઝાઇન મનને ગમી જાય એવી છે. ચિલ્ડ્રન પ્લે એરિયા પણ અલગથી બનાવવામાં આવ્યો છે.

પરિમલ ગાર્ડનમાં સુવિધાઓ

અમદાવાદ શહેરમાં 250થી વધુ નાનાં-મોટાં ગાર્ડન આવેલાં છે, પરંતુ પરિમલ ગાર્ડન સૌથી વધુ આકર્ષણ ધરાવતું ગાર્ડન બની રહેશે. ત્યારે પરિમલ ગાર્ડનની સુવિધાઓ પર નજર કરીએ તો અહીં 8 લોન પ્લોટ બનાવાયા છે. તેમજ 1 એમ્ફિથિએટર ક્રિકેટ­-વોલિબોલ માટે બેરિકેટેડ સ્પોર્ટઝોન, બે માળનું હાઈટેક જિમ્નેશિયમ, આ સાથે પરિમલ ગાર્ડન શહેરનું સૌથી પહેલું સરકારી જિમ બિલ્ડિંગ સાથેનું ગાર્ડન બની ગયું છે. ગાર્ડનમાં યોગા પેવેલિયન, આકર્ષક સિટિંગ, 1 ચબૂતરો, બે ફાઉન્ટેન જોવા મળશે. પેટ ડોગ માટે પણ સ્પેશિયલ સ્પેશ મળશે. બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ, નેચર કોર્નર તેમજ પતંગિયાનો બગીયો પણ અમદાવાદીઓને અનેરો આનંદ આપશે.

(વીથ ઇનપુટ- સચિન પાટીલ, અમદાવાદ) 

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">