અમરેલીના રાજુલામાં મતદારોને પ્રોલોભન આપતી રાશન કીટ ઝડપાઈ, કૉંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર તરફી રાશન કીટનું વિતરણ થતુ હોવાની ફરિયાદ

Gujarat Election 2022: અમરેલીના રાજુલામાં મતદારોને પ્રલોભન આપતી રાશનકીટ ઝડપાઈ છે. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર તરફી રાશનકિટનું વિતરણ કરવામાં આવતુ હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જાફરાબાદના ભાદોદર ગામે અપક્ષ ઉમેદવાર તરફી મતદાન કરવા રાશન કિટનું વિતરણ કરાતુ હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 11:54 PM

અમરેલીના રાજુલાની રાજગાદી કબજે કરવા માટે કતલની રાત સુધી કાવાદાવા થઈ રહ્યા છે. ત્યારે રાજુલા વિધાનસભા બેઠક પર મતદારોને પ્રોલભન આપવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જાફરાબાદના ભાકોદર ગામ નજીક અપક્ષ ઉમેદવાર તરફી મતદાન કરવા રાશન કીટનું વિતરણ ઝડપાયું છે. જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં અપક્ષ ઉમેદવાર સહિત 16 લોકો સામે TDOએ ફરિયાદ નોંધાવી છે. સાથે જ પોલીસે બે પીકઅપ વાહન સહિત રાશન કીટનો જથ્થો પણ જપ્ત કર્યો છે. અપક્ષ ઉમેદવાર ગીતા પરમાર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામના રહેવાસી છે.. રાજુલા-જાફરાબાદ બેઠક પર ચૂંટણી પંચે બે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં પણ કારમાંથી મળી આવી 10 લાખ રોકડ

આ તરફ રાજકોટમાં પણ મતદાન પૂર્વે કારમાંથી 10 લાખની રોકડ મળી આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. તેવા સમયે રાજકોટમાં મતદાન પૂર્વેની રાત્રે કારમાંથી 10 લાખની રોકડ મળી હતી. જેમાં ચુંટણી પંચ દ્વારા આચાર સંહિતાના અમલના પગલે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવા આવી રહ્યું છે. જેમાં પોલીસ ચેકિંગ દરમિયાન 10 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. જેમાં પોલીસના ખીરસરા ચેક પોસ્ટ પરથી મળી 10 લાખની રોકડ મળી હતી. જે અંગે ચૂંટણી વિભાગે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી છે. તેમજ તેના પગલે આઇટી વિભાગે તપાસ શરૂ કરી છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">