Rath Yatra 2023 : સરસપુરમાં ભગવાનને ખાસ વિધિથી ધરાવાય છે ભોગ, વર્ષો જૂની પરંપરા અકબંધ, જુઓ Video

Rath Yatra 2023 : સરસપુરમાં ભગવાનને ખાસ વિધિથી ધરાવાય છે ભોગ, વર્ષો જૂની પરંપરા અકબંધ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 20, 2023 | 11:19 AM

સરસપુરમાં જ્યારે ભગવાન જગન્નાથજી આવે છે ત્યારે ભક્તો સાથે ભગવાનને પણ ભોગ ધરાવવામાં આવે છે. જે માટે ભગવાન જગન્નાથને ભોગ ધરાવવાની ખાસ વિધિ હોય છે. વિશેષ પ્રસાદ અને યમુનાજળથી જારી ભરવામાં આવે છે.

Rath Yatra 2023 : ભગવાનના મોસાળ ગણાતા સરસપુરમાં ભગવાન જગન્નાથજીને આવકારવા સરસપુરવાસીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સરસપુરવાસીઓ દ્વારા રસ્તાઓ પર પાણી રેડીને તેને ધોવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rath yatra 2023 : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સુખ-શાંતિ અને એકતા રહે તેવી જગન્નાથજીને કરી પ્રાર્થના, કચ્છી બંધુઓને નવા વર્ષની શુભકામના પાઠવી, જુઓ Video

સરસપુરમાં જ્યારે ભગવાન જગન્નાથજી આવે છે ત્યારે ભક્તો સાથે ભગવાનને પણ ભોગ ધરાવવામાં આવે છે. જે માટે ભગવાન જગન્નાથને ભોગ ધરાવવાની ખાસ વિધિ હોય છે. વિશેષ પ્રસાદ અને યમુનાજળથી જારી ભરવામાં આવે છે. જે પછી પુરીની યાત્રાની જેમ જ વિધિ વિધાન અનુસરી ભોગ ધરાવાય છે.

જગન્નાથજીને ખીચડાનો પ્રસાદ ધરાવાયો

તો બીજી તરફ આજે રથયાત્રાનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે. ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાયો હતો. ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાયો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો