પાટણમાં “અયોધ્યા” સમાન માહોલ સર્જાયો, ભીંત પર સંપૂર્ણ રામાયણ
માત્ર અયોધ્યા જ નહીં હાલ તો સમગ્ર ભારત પ્રભુ રામના રંગે રંગાયું છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ ચિત્રોના માધ્યમથી "અયોધ્યા" સમાન માહોલ ઉભો થઈ રહ્યો છે. પાટણ યુનિવર્સિટી દ્વારા દિવાલ પર સંપૂર્ણ રામાયણ ચિત્રોના માધ્યમથી દોરવામાં આવી રહી છે. પ્રભુ રામના સંપૂર્ણ જીવન ચરિત્રને દર્શાવવામાં આવ્યુ છે અને આ માટે ચિત્રકારોએ પણ રાત દિવસ એક કર્યા છે.
રામનગરી અયોધ્યામાં “રામલલા” ના બિરાજમાન થવાનો અવસર નજીક છે. ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં પણ જાણે “ત્રેતાયુગ” જીવંત થઈ ઉઠ્યો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક અનોખું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત યુનિવર્સિટીની દિવાલો પર પ્રભુ રામના “જીવન ચરિત્ર”ને દર્શાવતા ચિત્રોને કંડારવામાં આવ્યા છે. આ ભીંત ચિત્રો ખૂબ જ અદભૂત ભાસી રહ્યા છે અને લોકોને આકર્ષી રહ્યા છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ
ભીંતચિત્રો એકદમ જીવંત લાગે તે માટે કલાકારો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આ ચિત્રોમાં પ્રભુ રામના જન્મ પ્રસંગથી લઈ સીતા સ્વયંવર, વનવાસ ગમન, રામ-રાવણ યુદ્ધ તેમજ પ્રભુના અયોધ્યા પુનઃ આગમન સુધીના પ્રસંગોને વર્ણવવામાં આવ્યા છે. જાણે ચિત્રના માધ્યમથી જ “સંપૂર્ણ રામાયણ” લોકો સુધી પહોંચાડવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
