હિંમતનગર ટાવર ચોક હનુમાનજી મંદિરે 51 જ્યોતની આરતી કરાઈ, કરાઈ ભવ્ય ઉજવણી

| Edited By: | Updated on: Jan 22, 2024 | 6:12 PM

રામ મંદિર મહોત્સવની દેશભરમાં ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી છે. દેશમાં રામ મંદિર મહોત્સને લઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શોભાયાત્રાઓ ધામધૂમથી નિકાળવામાં આવી છે. આવી જ રીતે હિંમતનગર શહેરમાં પણ અદ્ભૂત ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મધ્યમાં આવેલ ટાવર ચોક સ્થિત હનુમાનજી મંદિરમાં 51 દિવડાની આરતી કરવામાં આવી હતી.

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સાબરકાંઠા જિલ્લામાં ભારે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જોકે આજે સમગ્ર ભારત વર્ષમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. હિંમતનગર શહેરમાં ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને શહેરમાં જય શ્રી રામ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હિંમતનગરના ટાવર ચોક ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે 51 જ્યોતની આરતી હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મેઘરજમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, મોંઘાદાટ 31 મોબાઈલની ચોરી

હિંમતનગર શહેર આજે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરાઈ છે. ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નાના બાળકો રામ સીતા અને લક્ષ્મણની વેશભૂષા ધારણ કરીને ઉજવણી કરી અને શહેરમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો ભગવાન શ્રી રામ અને હનુમાન ના ચિત્રવાળા ભાગવા નેજા સાથે જોવા મળ્યા હતા. હનુમાન મંદિર માં મોટી સંખ્યામાં ભક્તો સમૂહ આરતી કરી હતી. આજે વિવિધ મંદિરોમાં હવન, આરતી, શોભાયાત્રા અને ભજન કીર્તન કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 22, 2024 05:35 PM