Ahmedabad : નવા મંત્રીમંડળમાં ક્ષત્રિય સમાજને સ્થાન આપવા ક્ષત્રિય મહાસભાની માંગ

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ પોતાની માંગ રજુ કરી છે. નવા મંત્રીમંડળમાં ક્ષત્રિય સમાજના નેતાઓને સ્થાન મળવું જોઈએ તેવી માંગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 12:12 PM

ગુજરાત(Gujarat) ના સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupenra Patel)  નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જેમાં રાજભવન ખાતે શપથવિધિ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ મંત્રીમંડળના નામો પણ ફાઇનલ થઈ ચૂક્યા છે અને તેમને શપથ માટે ફોન પણ કરી દેવામાં આવ્યા છે.

જો કે આ દરમ્યાન ગુજરાતના રાજકારણમાં હાલ ઉથલપાથલ ચાલી રહી છે. કેબિનેટ પ્રધાન કોણ બનશે તેની ચર્ચા ચાલી રહી છે. તે વચ્ચે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ પોતાની માંગ રજુ કરી છે. નવા મંત્રીમંડળમાં ક્ષત્રિય સમાજના નેતાઓને સ્થાન મળવું જોઈએ તેવી માંગ કરી છે. અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ કહ્યું છે કે, ક્ષત્રિય સમાજના 4થી વધુ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળવું જ જોઈએ…

ગુજરાતના(Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે વિધિવત રીતે શપથવિધિ થશે. જેમાં બુધવારે સાંજે યોજાનારા શપથવિધિ કાર્યક્રમને સિનિયર નેતાઓની નવા નામોને લઇને નારાજગી લઇને મોકૂફ રાખવામાં આવ્યો હતો.

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ દરમ્યાન ટીવી નાઇનને માહિતી મુજબ અનેક ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ફોન આવી રહ્યાં છે.

આ દરમ્યાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની શપથવિધિ પહેલાં કેટલાક વર્તમાન પ્રધાનોએ તેમની ઓફિસો ખાલી કરી દીધી છે. ભાજપ ગુજરાતમાં પ્રધાનમંડળમાં નો રીપિટ થિયરી અપનાવી છે. જેને પગલે ચાલુ પ્રધાનોના પત્તા કપાવાના છે અને તેમના સ્થાને નવા ચહેરાઓ આવવાના છે. જેને પગલે કેટલાક પ્રધાનોને તેમની ઓફિસો ખાલી કરવાની સૂચના અપાઇ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં મંત્રીઓના નામ લગભગ નક્કી , આટલા ધારાસભ્યોને શપથ લેવા આવ્યા ફોન

આ પણ વાંચો : ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્વે આટલા મંત્રીઓની ઓફિસ ખાલી કરાઇ, જાણો વિગતે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">