રાજકોટ વીડિયો : શાપર વેરાવળમાં રૂપિયાની લેતીદેતીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા
રાજકોટના શાપર વેરાવળમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે રુપિયાની લેતીદેતીમાં યુવક પર હુમલો કરાયો હોવાનો ખુલાસો થયો હતો.
રાજકોટના શાપર વેરાવળમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે રુપિયાની લેતીદેતીમાં યુવક પર હુમલો કરાયો હોવાનો ખુલાસો થયો હતો. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકે જીવ ગુમાવ્યો હતો. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોંડલ એસટી ડેપો ચોકમાં યુવકની હત્યા
બીજી તરફ રાજકોટના ગોંડલ એસટી ડેપો ચોકમાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં યુવકને છરીના ઘા ઝીંકી 27 વર્ષીય યુવકની હત્યા કરી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર મળે તે પહેલા જ મોત થયુ છે.જેના પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
