Rajkot Video: ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની આવક, ભાવ વધારવા ખેડૂતોએ કરી માગ
રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં એક મણ કપાસના ભાવ રૂપિયા 1350થી 1400 સુધીના બોલાયા છે. તેમજ ખેડૂતો પોતાના કપાસ વેચવા માર્કેટ યાર્ડ ખાતે આવ્યા તો ખરા.પરંતુ તેમનામાં નારાજગી વ્યાપી છે.ખેડૂતોનું કહેવું છે કે કપાસના ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે. પાકના આવક કરતાં વાવેતર મોંઘુ પડી રહ્યું છે. ખેડૂતોએ માગ કરી છે કે કપાસના ભાવ રૂપિયા 2 હજાર સુધી કરવામાં આવે.
Rajkot : રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની આવક થઇ છે. માર્કેટ યાર્ડમાં એક મણ કપાસના ભાવ રૂપિયા 1350થી 1400 સુધીના બોલાયા છે. તેમજ ખેડૂતો પોતાના કપાસ વેચવા માર્કેટ યાર્ડ ખાતે આવ્યા તો ખરા. પરંતુ તેમનામાં નારાજગી વ્યાપી છે. ખેડૂતોનું કહેવું છે કે કપાસના ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Rajkot Breaking News : ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 20 થી વધારે લોકોના હાર્ટ એટેકથી મોત
પાકના આવક કરતાં વાવેતર મોંઘુ પડી રહ્યું છે. ખેડૂતોએ માગ કરી છે કે કપાસના ભાવ રૂપિયા 2 હજાર સુધી કરવામાં આવે. જેથી આર્થિક સ્થિતિ સચવાઇ રહે. મહત્વનું છે કે એક તરફ કપાસનું ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા નારાજગી વ્યાપી છે.
તો બીજી તરફ ગરીબો અને મધ્યમવર્ગીયો પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ રૂ.10થી 15નો વધારો નોંધાયો હતો.
