Rajkot : ભારે વરસાદના પગલે વાગુદડ ગામની નદીમાં પૂર આવ્યું

જેમાં રાજકોટજિલ્લામાં પણ અવિરત વરસાદ ચાલુ છે. જેના પગલે વાગુદડ ગામની નદીમાં ભારે પુર આવ્યું છે. પાણીની આવક વધતાં નદી બે કાંઠે વહેતી થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:36 PM

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં રાજકોટ(Rajkot )જિલ્લામાં પણ અવિરત વરસાદ ચાલુ છે. જેના પગલે વાગુદડ ગામની નદીમાં ભારે પુર(Flood) આવ્યું છે. પાણીની આવક વધતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત રાજકોટના અનેક વિસ્તારોની નદીઓમાં નવા નીર આવ્યા છે. તેમજ અનેક સ્થળોએ નદીમાં ધોડાપૂર જોવા મળી રહ્યા છે.

રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટના કાગદડીમાં 7 થી 8 ઇંચ વરસાદ પડતાં અનેક પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હોવાની વિગતો સમે આવી છે. તેમજ સ્થાનિક નદીમાં ધોડાપૂર આવ્યું છે.

આ પણ વાંચો : વોટ્સએપની જોબ છોડીને આ ભારતીય વ્યક્તિએ બનાવી પોતાની એપ, આપશે ફેસબુકને ટક્કર

આ પણ વાંચો : Bell Bottom Release: ચાહકો માટે સારા સમાચાર, સિનેમાઘરોમાં રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’ ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">