લો બોલો ! પેટ્રોલપંપમાંથી થઈ ડીઝલની ચોરી, CCTV માં કેદ થયા ચોરીના દ્રશ્યો

જસદણ તાલુકામાં (jasdan taluka) દડવા ગામ નજીક પેટ્રોલ પંપમાંથી ડીઝલની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ છે.ટ્રકની ડીઝલ ટેન્કમાંથી થયેલી ચોરીની ઘટના CCTV માં કેદ થઈ છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 16, 2022 | 8:40 AM

Rajkot : સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો જોઈ યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.તો કેટલાક વીડિયો (video) જોઈને લોકો પણ વિચારતા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આવોજ એક વીડિયો સામે આવ્યો છે.તમે અત્યાર સુધી દાગીના કે કિંમતી વસ્તુની ચોરી થતા જોઈ હશે, પણ શું ક્યારેય ડીઝલની (diesel) ચોરી થઈ હોય એવું સાંભળ્યુ છે. જી હા…રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં (jasdan taluka) દડવા ગામ નજીક પેટ્રોલ પંપમાંથી ડીઝલની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ છે.ટ્રકની ડીઝલ ટેન્કમાંથી થયેલી ચોરીની ઘટના CCTV માં કેદ થઈ છે.વીડિયોમાં જોઈ શકાય છે કે કાર લઇને આવેલા ગઠિયાઓ ડીઝલની ચોરી (theft) કરતા જોવા મળી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલની અછતની ચર્ચા વચ્ચે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

થોડા દિવસો અગાઉ ગુજરાતમાં (Gujarat) પેટ્રોલ અને ડીઝલની (Petrol and diesel) અછત હોવાની ચર્ચા ચાલી રહી હતી. અનેક પેટ્રોલ પંપ પર સ્ટોર ખુટી પડ્યો છે, તેની વચ્ચે ખેડાના (Kheda) હરિયાળા ગામ પાસેથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતુ. બાતમીને આધારે SOGએ હરિયાળા ગામ પાસે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. સાથે સાથે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati