Rajkot: હડમતીયા ગ્રામ પંચાયતની કમાન મહિલા સભ્યોના હાથમાં, છેલ્લી ચાર ટર્મથી થાય છે સમરસ

રાજકોટઃ ધોરાજીના હડમતીયા ગામના સરપંચ તરીકે તેજલ ચાવડા બિનહરીફ ચૂંટાયા. આ ગામ ચાર ટર્મથી બિનહરીફ થતું આવે છે.

Gram Panchayat Election: રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી (Dhoraji) તાલુકાનું હડમતીયા ગામની ગ્રામ પંચાયત સમરસ થઈ છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પ્રયાસથી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને મહિલા સભ્યો બિન હરીફ થયા છે. છેલ્લા ચાર ટર્મથી હડમતીયા ગ્રામ પંચાયત સમરસ થતી આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે ગ્રામ પંચાયત સમરસ થતાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અનેક વિકાસના કામો કરવામાં આવ્યાં છે. ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે.

તો ગામના બિનહરીફ મહિલા સરપંચ જેઓ બનવાના છે તેમનું કહેવું છે કે, ‘આજાદી પછી પ્રથમ વખત ગામમાં મહિલા સરપંચ બન્યા છે. એ પણ સમરસ ગ્રામ પંચાયત બની છે. ત્યારે વિકાસ કરવા હું પુરતો પ્રયત્ન કરીશ.’  તો પૂર્વ સરપંચનું કહેવું છે કે ગામમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટની સુવિધા, જેવી પ્રાથમિક વ્યવસ્થા ગામમાં છે. તો આ વખતે જે બિનહરીફની ગ્રાન્ટ મળશે તેનાથી ગ્રામ લોકો સાથે મળીને નક્કી કર્યું છે કે એમાંથી સીસીટીવી કેમેરા તેમજ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે.

 

આ પણ વાંચો: PG પ્રવેશ મુદ્દે વિરોધ: સુરતમાં સિવિલ, સ્મીમેરના રેસિડેન્ટ તબીબ હડતાળ પર, તમામ ઈમરજન્સી સેવા ચાલુ

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલ આવતી કાલથી 2 દિવસ દુબઈ પ્રવાસે, વાયબ્રન્ટ ગુજરાતને લઈને કરશે રોડ શો, જાણો વિગત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati