રાજકોટ: કોટડા સાંગાણીના માણેકવાડામાંથી ઝડપાયુ જુગારધામ, દારુની મહેફિલ પણ ચાલતી હોવાનો ખુલાસો, જુઓ વીડિયો
રાજકોટ ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડાના ફાર્મ હાઉસમાં જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા.
રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડામાં સ્ટેટ મોનીટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે દરોડા પાડીને સ્ટેટ મોનીટરિંગ સેલે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઝડપી લીધુ છે. આ સાથે જ 15 લાખની રોકડ સાથે 18 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે. દારૂની બોટલ અને બિયરના ટીન પણ અહીંથી મળી આવ્યા છે.
રાજકોટ ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડાના ફાર્મ હાઉસમાં જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા.આ કાર્યવાહીમાં 15 લાખ રુપિયાની રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી.કુલ 26 જેટલા મોબાઇલ અને 6 વાહનો સહિત 94 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-અમરેલીના વરસાડા રોડ પર માત્ર 8 લાખમાં ફ્લેટ ખરીદવાની તક, જાણો શું છે તેની વિગત
ચોંકાવનારી વાત એ છે કે આ જુગારધામમાં દારુની મહેફિલ પણ ચાલી રહી હતી.અહીંથી દારુની બોટલ અને બિયરના ટીન પણ મળી આવ્યા હતા.પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી છે.આ ક્લબ કેટલા સમયથી ચાલતી હતી અને કોની રહેમ નજર હેઠળ આ ક્લબ ચાલતી હતી, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
