રાજકોટ : સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનોએ બનાવી જોખમી રીલ્સ, જુઓ વીડિયો

રાજકોટ : સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનોએ બનાવી જોખમી રીલ્સ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 09, 2024 | 2:31 PM

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે તે જોખમી પ્રવૃતિ વાળા વીડિયો બનાવે છે. તેમજ રીલ્સ બનાવવાની ઘેલછામાં નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા વિચારતા પણ નથી.તો રાજકોટમાં BRTS રૂટમાં રીલ્સ બનાવવાનો ચસકો લાગ્યો છે. રાજકોટમાં જીવની પરવાહ કર્યા વિના રીલ્સ બનાવતા યુવાનોનો વીડિયો સામે આવ્યો છે.

અત્યારે મોટાભાગના બધા જ લોકોને સોશિયલ મીડિયા પર ફેમસ થવાનો ચસકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે તે જોખમી પ્રવૃતિ વાળા વીડિયો બનાવે છે. તેમજ રીલ્સ બનાવવાની ઘેલછામાં નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા વિચારતા પણ નથી.તો રાજકોટમાં BRTS રૂટમાં રીલ્સ બનાવવાનો ચસકો લાગ્યો છે. રાજકોટમાં જીવની પરવાહ કર્યા વિના રીલ્સ બનાવતા યુવાનોનો વીડિયો સામે આવ્યો છે. તો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ પ્રકારની જોખમી રીલ્સ બનાવતા હોવાનું સામે આવ્યુ છે. જે અન્ય વાહન ચાલકો માટે પણ સમસ્યા સર્જી શકે છે.

તો બીજી તરફ આ અગાઉ રાજકોટમાં શહેરમાં 3 યુવતી અને 2 યુવકોએ કાર સ્ટંટ કર્યો હતો. તો કારની ઉપર બેસીને બંન્ને દરવાજામાં લટકીને સ્ટંટ કર્યો હતો. તેમજ ખાલી રોડ પર વચ્ચોવચ બેસીને રીલ્સ બનાવી બેદરકારી દાખવી હતી. તો જીવને જોખમમાં મૂકીને રીલ્સ બનાવતા યુવાનો વાયરલ થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો