RAJKOT : ગોંડલ અને ધોરાજી પંથકમાં નોંધપાત્ર વરસાદ, ધોરાજીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકયો

ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ધોરાજી શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. જિલ્લાના ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:36 PM

RAJKOT : જિલ્લાના ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ધોરાજી શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. શહેરના ચકલા ચોક, શાક માર્કેટ, ત્રણ દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. વરસાદી પાણીના ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન થયા છે.

તો રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ નોંધાયો છે. ગોંડલ આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરમાં સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ ખાબકયો છે. શહેરમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને, બાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">